Gujarat Weather Forecast: અંબાલાલ પટેલે કહ્યું જ્યાં લખવું હોઈ ત્યાં લખી લેજો મારા વાલા આ તારીખો માં આવશે આંધી અને વંટોળ સાથે મેઘરાજા

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં ગરમી અને તાપમાન દરરોજ વધી રહ્યું છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે, પણ મે મહિનો તોફાની રહેવાની આગાહી છે. મે મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. આજથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન બદલાશે અને પર્યાવરણમાં સતત ફેરફાર જોવા મળશે.

Gujarat Weather Forecast Ambalal Patel

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 એપ્રિલથી થોડા દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે ૮ મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી છે. ચક્રવાતી પવનોની રચનાને કારણે વાતાવરણમાં ફેરફારને કારણે વરસાદની શક્યતા છે. ગુજરાતની સાથે, બદલાયેલા વાતાવરણની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મે મહિનામાં ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. 8 મેની આસપાસ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. તેથી આ પછી, મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. આ વર્ષે મે મહિનામાં પણ હવામાન ધૂળિયા રહેશે. કમોસમી વરસાદ ન પડે ત્યાં સુધી ધૂળ સ્થિર થશે નહીં. મેની શરૂઆતમાં પણ ધૂળનું તોફાન ફૂંકાશે. પવન ખૂબ જ જોરદાર રહેશે. તેમણે કહ્યું કે કચ્છના કેટલાક ભાગોમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Author

  • Gujarat Career Hub

    નમસ્કાર મિત્રો, મારુ નામ જય પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી શેક્ષણિક કામો સાથે જોડાયેલ છું, આ બ્લોગ શરૂ કરવાનો ઉદેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને સાચી કારકિર્દી નું માર્ગદર્શ મળી રહે અને પોતે પોતાની યોગ્યતા મુજબ સારી એવી નોકરી મેળવી શકે.

Leave a Comment