Gujarat Weather Update : વીજળીના કડાકા ભડાકા સાથે આ તારીખોમાં વરસાદ બોલાવશે ધબડબતી, ગુજરાત પર બની સકલોનિક સર્ક્યુલેશન

Gujarat Weather Update : ગુજરાતમાં હવામાનમાં સંભવિત ફેરફાર અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી માહિતી આપવામાં આવી છે. ચક્રવાતી પવન વિસ્તારના પ્રભાવને કારણે, રાજ્યભરમાં વરસાદની શક્યતા છે. જેમાં આજે સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વીજળી પડવાની અને ભારે પવન ફૂંકવાની પણ શક્યતા છે. વૈજ્ઞાનિક રામશ્ર્ય યાદવ દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું છે કે જો આપણે આજની વાત કરીએ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવો થી સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વરસાદ દરમિયાન, પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, સાથે જ ગાજવીજ અને વીજળી પણ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૪ મેના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જ્યારે બીજા દિવસે એટલે કે ૧૫ મેના રોજ ગુજરાતમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ૧૬-૧૭ મે ના રોજ ગુજરાત પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ ત્યાં હવામાન શુષ્ક રહી શકે છે. (IMD)

આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં તાપમાન શું રહેશે તેની માહિતી રામશ્ર્ય યાદવે આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ગાંધીનગરમાં પણ ૩૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ-ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની ધારણા છે. ગુજરાતમાં જમીનની સપાટી પર પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિનું કારણ સમજાવતા, રામશ્ર્ય યાદવ કહે છે કે ગુજરાત રાજ્ય પર ચક્રવાતી પવનનો વિસ્તાર રચાય છે, જેના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Leave a Comment