Gujarat Monsoon 2025 ગુજરાતના ચોમાસાનો વરતારો: વાવણી ક્યારે થશે, ક્યારે વરસાદ ખેંચાઈ શકે? ભીમાભાઈ ઓડેદરાની આગાહી

Gujarat Monsoon 2025 ગુજરાતના ચોમાસાનો વરતારો: વાવણી ક્યારે થશે, ક્યારે વરસાદ ખેંચાઈ શકે? ભીમાભાઈ ઓડેદરાની આગાહી

Gujarat Monsoon 2025: આગાહીકાર ભીમાભાઈ ઓડેદરા તરફથી વાવણી, વરસાદ ખેંચાવવાની શક્યતા અને અનિયમિત વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી.

17મી મે શનિવારના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 50 આગાહીકારો એકત્રિત થયા હતા. જે બાદમાં તેમણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો રજૂ કર્યો હતો. 50થી વધુ આગાહીકારોના પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સોળ આની રહેશે. 100%થી વધુ વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે દર વર્ષે ચોમાસાનો વરતારો આપવામાં આવે છે. વિવિધ ભૌગોલિક ઘટનાઓ, આકાશ, વાદળ, પવન કે અન્ય વસ્તુઓ પરથી ચોમાસાને લઈને વરતારો કાઢવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જેમાં આગાહીકાર ભીમાભાઈ ઓડેદરા તરફથી વાવણી, વરસાદ ખેંચાવવાની શક્યતા અને અનિયમિત વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી.

ભીમાભાઈ ઓડેદરાનો વરતારો – “જૂનના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વાવણી”: આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાના મતે, “આ વર્ષે જૂનના પ્રારંભે તોફાનની શક્યતા છે. આ તોફાનને કારણે સૌરાષ્ટ્રમાં વાવણી શક્ય છે. જૂનના પ્રારંભે સૌરાષ્ટ્રમાં વાવણી થશે, પરંતુ વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાવાની સંભાવના રહેલી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદ અનિયમિત રહે તેવું પણ બની શકે છે.”

ગુજરાતમાં વાવણી ક્યારે થશે? પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વરતારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં વાવણી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન બે વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી છે. આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે. ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની શક્યતા છે.

વરતારા પ્રમાણે “જૂનાગઢમાં સરેરાશ 70 ઈંચ, અમરેલીમાં 50 ઈંચ, બોટાદમાં 40 ઈંચ, જામનગરમાં 75 ઈંચ, દ્વારકામાં 75 ઈંચ, ગીર સોમનાથમાં 60 ઈંચ, રાજકોટમાં 55 ઈંચ, સુરેન્દ્રનગરમાં 40 ઈંચ, મોરબીમાં 40 ઈંચ, ભાવનગરમાં 50 ઈંચ, અને પોરબંદરમાં 70 ઈંચ વરસાદ થશે. 21થી 26 મે દરમિયાન વાવાઝોડાની સંભાવના છે. 13થી 19 જૂન અને 9થી 14 ઓક્ટોબર દરમિયાન મજબૂત સિસ્ટમની સંભાવના છે. 18થી 25 ઓક્ટોબર દરમિયાન પણ વાવાઝોડું કે સિસ્ટમ સંભવ છે.”

વરતારો કાઢવાની અલગ અલગ રીત: જૂનાગઢમાં છેલ્લા 31 વર્ષથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરતારો કાઢવામાં આવે છે. જેમાં રાજ્યભરમાંથી આગાહીકારો ભાગ લે છે. આગાહીકારો વર્ષ દરમિયાન બનેલી ખગોળીય ઘટનાઓ, કસ-કાતરા, હોળી-અખાત્રીજના પવનની દિશા, વનસ્પતિના લક્ષણ, પશુ-પક્ષીઓને ચેષ્ટા, લોકવાયકા, ભડલી વાક્ય અને સેટેલાઈટ ચિત્રોના માધ્યમથી વરતારો કાઢે છે. આગાહીકારો પોતાના વિસ્તારમાં બનેલી ઘટનાઓનું અવલોકન કર્યા બાદ તારણ કાઢે છે. સ્થળ પ્રમાણે આ તમામ પરિબળો અલગ અલગ હોય છે, એટલે આગાહીકારોનું અનુમાન એ પ્રમાણે અલગ અલગ હોય છે. છેલ્લા 30 વર્ષથી અહીંથી આપવામાં આવેલો વરતારો મોટાભાગે સાચો પડ્યો છે. વર્ષા વિજ્ઞાન મંડળમાં અનેક આગાહીકારો એવા છે જેની આગાહી 100 ટકા સાચી પડે છે.

Leave a Comment