Gujarat Monsoon 2025: ગુજરાત સહિત ઘણા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ-મધ્યમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે, જ્યારે IMDએ કચ્છમાં વરસાદને લઈ આગાહી કરી છે.
ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી થોડા દિવસો માટે રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે. તેથી આજે વલસાડ, નવસારી, ડાંગ અને સુરત સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
કેરળથી મહારાષ્ટ્ર સુધીના ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનું વહેલું આગમન થવાને કારણે ગુજરાતમાં ચોમાસુ વહેલું પહોંચશે. જો કે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે.
15 જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થશે. જો કે, આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે, જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદની આગાહી છે.
હવે અરબી સમુદ્ર પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ વરસાદ આવશે. આમ દર વર્ષે મેના એન્ડમાં કે જૂનની શરૂઆતમાં વરસાદના ઝાપટા પડતા હોય છે. પરંતુ વિધિવત વરસાદ તો 14 અને 15 જૂન પછી જ પધરામણી થતી હોવાથી આ વર્ષે પણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં રાબેતા સમય મુજબ જ 14 અને 15 મી જૂન પછી જ ચોમાસુ દસ્તક દે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી કહે છે કે, ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબનું રહેશે. જોકે 12 તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેશે એ પહેલા ગુજરાતીઓએ 34 થી 41 ડિગ્રી તાપમાન સહન કરવાનો વખત આવશે. અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ રહી છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.