વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં વરસાદની શક્યતા, જાણો શું છે આગાહી

અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં વરસાદની શક્યતા, જાણો શું છે આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે 30 મે થી 3 જૂન, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમી, દક્ષિણ અને પૂર્વ-ઉત્તર ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 30 મે થી 3 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અને વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.

આગાહીના કારણોમાં અરબી સમુદ્રમાં બની રહેલું લો-પ્રેશર એરિયા અને ચક્રવાતી પ્રવૃત્તિનો મહત્ત્વનો ફાળો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને આંધી-વંટોળની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, 30 અને 31 મે દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જે ચોમાસા પહેલાંની પ્રી-મોન્સૂન ગતિવિધિનો એક ભાગ છે. આ ઉપરાંત, મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા પણ વરસાદની તીવ્રતા વધારી શકે છે.

એક તરફ, વરસાદ ગરમીથી રાહત આપશે અને પાકને ફાયદો થશે, પરંતુ અચાનક ભારે વરસાદથી પાકને નુકસાનની ભીતિ પણ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ઝડપ 50-70 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 3-5 ડિગ્રી ઘટી શકે છે, જે ગરમીથી રાહત આપશે. નાગરિકોને ઓરેન્જ અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે

ખેડૂતો અને પશુપાલકોને ખાસ અપીલ
તેમણે જણાવ્યું કે, આજે 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. તેથી ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું, સાથે જ પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું. ભારે પવનની ગતિના કારણે પશુધનને હાની થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશી કરી શકે છે. જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. જોકે, તે પહેલા દરિયો ગાંડો થઈ શકે છે. આજે 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

Leave a Comment